હાઇકોર્ટે કહ્યું 2020થી ઘણા ઓર્ડર આપ્યા પણ અમલ ન કર્યો એટલે આવી ઘટના બની!

— 3 જૂન સુધી તમામ મહાનગરોના કમિશનરોને જવાબ આપવા આપ્યો આદેશ
— વડોદરાના કમિશનરને સવાલ,શું આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનો?
— દિલીપ રાણાએ હરણી બોટકાંડ બાદ 'સબ સલામત'ના દાવા કર્યા હતા તો પછી ગેમજોન સામે કાર્યવાહી કેમ કરવી પડી?
ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે સુઓમોટો થઇ હતી,જેના પર આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી જેઓ સમક્ષ લગભગ સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી.આ દરમિયાન હાઇકોર્ટ આકરાપાણીએ સરકારને લતાડી હતી અને ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનરને જવાબદાર ગણાવી કહ્યું હતું કે,અમે રાજકોટ મ્યુ.કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા પણ કરાતા નથી.હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે,2020થી ઘણા ઓર્ડર કરવામાં આવ્યા પણ કઈ ન થયું,કોઈએ જવાબદારી ન નિભાવી માટે આ ઘટના બની છે એટલે આગામી 3 જૂન સુધી અમદાવાદ,વડોદરા,રાજકોટ અને સુરત સહીત 8 મહાનગરના મ્યુ.કમિશનરને જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે,વધુ સુનવણી આગામી 6 તારીખે હાથ ધરાશે.
તક્ષશિલા અગ્નિકાંડથી શરુ થયેલો નિર્દોષોના મોતનો આ સિલસિલો રાજકોટ અગ્નિકાંડ સુધી પોહોંચ્યો છે.આ અત્યંત પીડાદાયક ઘટના વચ્ચે મોરબી પુલ હોનારત અને હરણી બોટકાંડના દર્દ આંસુને કેમ વિસરાય? પણ નફ્ફટ અને નઘરોળ તંત્રે શરમ નેવે મૂકી છે.એક પછી એક આવી ઘટનાઓ પછી પણ તેમના દિલ દ્રવી નથી ઉઠતા કદાચ તેમના દિલ પથ્થરના બની ગયા હશે? આવી કોઈ ઘટના ઘટે એટલે કાર્યવાહીનો ઢોલ પીટવા થોડો સમય આમતેમ ભાગંભાગ દોડાદોડ કરી મૂકે છે પણ પછી જૈસેથે! આ કહેવાનું કારણ પણ છે.ઉદાહરણ તરીકે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સર્જાઈ,લગભગ 12 નાના બાળકો અને 2 ટીચરો મળી 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.હરણી લેકઝોનમાં પિક્નિકનો આનંદ માણવા આવેલા બાળકોને ક્યાં ખબર હતી કે,ભ્ર્ષ્ટચારનું આ ભોરિંગ તેમની જળસમાધિ લેશે? જોકે માસુમ બાળકોના મોત બાદ માછલાં ધોવાતાં વડોદરાના મ્યુ.કમિશનરે આદેશ છોડ્યા કે,કોઈને બક્ષવામાં નહિ આવે સેફટી સાથે કોઈ સમાધાન નહિ કરવામાં આવે અને તેમની ટીમોને તાપસ કરવા જણાવ્યું હતું.રાજકોટ અગ્નિકાંડ થયા બાદ ફરી એકવાર મ્યુ.કમિશનર દિલીપબાબુ જાગ્યા અને રાતોરાત આદેશ ફરમાવ્યો કે તાપસ કરો? મ્યુ.કમિશનર અને પોલીસ તપાસમાં વડોદરાના મોટાભાગના ગેમીંગજોનમા ખામી સામે આવી જેમાંથી મોટાભાગના તો શટર હાલ પાડી દેવામાં પણ આવ્યા છે તો સવાલ એ થાય કે વડોદરામાં હરણી બોટદુર્ઘટના બાદ શું તાપસ થઇ હતી? કેવી તાપસ થઇ હતી/ શું માત્ર ચેકીંગ કે કાર્યવાહી દેખાવ પૂરતી જ હતી?આટ આટલા ગેમઝોન નીતિ નિયમો વિના ચાલતા હતા તો એ કોની રહેમ નજરમાં ચાલતા હતા?દિલીપ બાબુ વડોદરાના બાહોશ મ્યુ.કમિશનર છે તો શું તેમને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા કે પછી તેવો જોતા હતા અને આંખો બંધ રાખી સબ ચાલતા હે ચલને દો સાથે કદાચ બીજી કોઈ હોનારતની વાટ જોતા હતા? ખેર મ્યુ.કમિશનર મહોદય ફરી જાગ્યા છે અને ફરી ચેકીંગ તાપસના આદેશો ફરમાવ્યા છે તો આ વખતે તેમની પાસે નક્કર કાર્યવાહીની વડોદરાને આશા છે.વડોદરાનો સવાલ છે કે શુ દિલીપ રાણા સાહેબે આગ લાગે ત્યારે કૂવો ખોદવા દોડે છે?
— ટીઆરપી માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર
હાઇકોર્ટે કહ્યું હતું કે ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છેરાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને જવાબદાર ગણાવ્યા હતા. જવાબદાર પક્ષકારોને 31 મે સુધીમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ હાઇકોર્ટે આપ્યો હતો. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી પ્રશાસનની છે. RMCએ હાઈકોર્ટના હુકમોનું પાલન કર્યું નથી.આ અધિકારી સામે પગલા લઈ સરકાર સસ્પેન્ડ કરે.સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આગની દુર્ઘટનાઓ નિર્દોષોના જીવ માટે ખલનાયક બની છે.
– 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે.