ટીંટોઇ મોડાસા હાઇવે પર બ્રિજ પાસે કારમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતાં લોકોના ટોળા ઊમટ્યા હતા. કારમાં સવાર ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી હતી. કારમાં માત્ર ચાલક જ હોવાનું બહાર આવ્યું હતું. મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ આવી પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.