કલોલ તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં કલોલ તાલુકા પંચાયતના પલસાણા બેઠકના સદસ્ય શર્મિષ્ઠાબેન રવિભાઈ પટેલની કલોલ તાલુકા પોલીસે અટકાયત કરતા વિવાદ સર્જાયો હતો. રાજસ્થાનથી તેઓ બસમાં પરત ફરી રહ્યાં હતા તે સમયે બસમાં મુસાફરી કરતા સભ્યોની પોલીસે અટકાયત કરતા પોલીસ સામે આક્રોશ ઠાલવી કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા.