દિયોદરના કુવાતા ગામે એક વૃદ્ધની લાશ મળવાની ઘટના સામે આવી છેં. જેમાં ગામના અરજણભાઇ પ્રહલાદભાઈ આશરે ઉંમર વર્ષ 65 જેમની સાંજે શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી અને લાશને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.પરિવારજનોએ હત્યાની આશંકા વ્યકત કરી છે.