સાંજના કે રાત્રિના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પાડી, જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે. આરોપી મોજશોખ પૂરા કરવા ચેઇન સ્નેચિંગના રવાડે ચડ્યો હોવાનું પોલીસની પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે પોણા છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે સાત ગુનાનો ભેદઉકેલાયા છે.