નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત ચાર પર વનવિભાગના કર્મીએ કરેલી પોલીસ ફરિયાદને કારણે ડેડીયાપાડા વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો છે. જેમાં ધારાસભ્ય હજુ ભૂગર્ભમાં છે. તેમના સમર્થકો દ્વારા આ ખોટી ફરિયાદ છે. તેમ જણાવી રહ્યા છે. તે મુદ્દે ભારત વિકાસ યાત્રાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જાહેરમાં વિરોધીઓ પર બગડ્યા હતા.