મહેસાણામાં કોમી એખલાસનો અનોખો કિસ્સો જોવા મળ્યો છે . મુસ્લિમ પરિવાર દ્વારા ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં મામેરું કરાયું હતું . સૈયદ પરિવારે મામેરું કરીને દીકરીના મામાની ફરજ નિભાવી હતી. સૈયદ પરિવારના સભ્યોને છેલ્લા 10 વર્ષથી પારસંગભાઈના પત્ની રાખડી બાંધી છે. સૈયદ ફારૂકભાઈ, સૈયદ ફઝલભાઇ, સૈયદ સલીમભાઈ, સૈયદ હારુનભાઈ, સૈયદ સાઈદભાઈએ મળીને કુલ 5 લાખ રોકડ અને 50 હજારના દાગીના સહિત કપડાંનું મામેરું ભર્યું.