શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલ ખાતે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોને કરાટેના શિક્ષક દ્વારા ન્યૂડ વીડિયો બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકોને ન્યૂડ વીડિયો બતાવવામાં આવ્યા હોવાની રજૂઆત લઈને મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ઉપર પહોંચી અને હોબાળો કર્યો હતો. વાલીઓએ આવું કૃત્ય કરનારા કરાટે શિક્ષકને સસ્પેન્ડ કરવા અને તેની સામે કાર્યવાહી કરવા અંગેની માગ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.