વડોદરા શહેરના આજવા રોડ પર લારી લઇને ઉભા રહેતા શ્રમજીવીઓ પાસેથી ચપ્પુ તથા તલવારની અણીએ રૃપિયા પડાવી ગુંડાગીરી કરતા બે માથા ભારે શખ્સ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી એકને ઝડપી પાડયો છે. જ્યારે અન્યની શોધખોળ શરૃ કરી છે. છેલ્લા પંદર દિવસથી સુફિયાન સૈયદ તથા જાફર ઘાંચી લારીઓવાળા પાસેથી રૃપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ વેપારીઓએ કરી છે.