સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં 21 વર્ષીય આંબાદાસ સુરેશ પાટીલનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. મૃતક પાસેથી તાડીની પોટલી મળી આવી છે. હાલ ભેસ્તાન પોલીસે મૃતદેહનું પંચનામું કરી PM અર્થે મોકલી આપ્યો છે. PM બાદ મોત નું સાચું કારણ જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તાડીનાં સેવન બાદ અનેક લોકો મોતને ભેટી રહ્યાના સમાચાર છે.