આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ અને પરમ પૂજ્ય સ્વામી રામભદ્રચાર્યજીના 75 માં જન્મદિવસ નિમિત્તે આયોજિત અમૃત યાત્રા અને શ્રીરામ રથયાત્રાનું સુરત શહેરમાં ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે. દેશના વિભિન્ન 75પ્રાંતમાંથી નીકળેલી આ યાત્રા 13મી ડિસેમ્બરના રોજ સુરત મુકામે આવી પહોંચશે. અને 75 લાખની રાશિ ચેક સ્વરૂપે અયોધ્યા ખાતે 14મી જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહેલા મહાયજ્ઞમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુર્ણેશ મોદીએ વિસ્તૃત માહિતી આપીહતી.