લાંબા સમય બાદ આવકવેરા વિભાગ સુરત શહેરમાં સક્રિય થયું છે. ત્યારે આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ દ્વારા સુરત શહેરના મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેને લઇને ઉધોગપતિ જૂથમાં ફફડાટ મચ્યો હતો.સુરતના જાણિતા બિલ્ડર સંજય સુરાના ગ્રુપ, રિંગ રોડના યાર્ન મર્ચન્ટ સહિત જમીનના ધંધા સાથે જોડાયેલા ચાર ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ ધંધાર્થીઓના 12 થી વધારે સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. જેમાં 225 કરોડના શંકાસ્પદ દસ્તાવેજો તથા મહત્વના ઉપકરણો મળી આવ્યા છે.