રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાતા લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. પરિણામે શરદી, ઉધરસ, તાવ સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. હાલ સોલા સિવિલમાં 1000ને પાર જયારે 488 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,417 કેસ નોંધાયા છે. જેમાંથી 1418 દર્દીઓને દાખલ કરાયા હતા