આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઇ વસાવા અને તેમના પરિવાર પર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને છેલ્લા દોઢ મહિનાથી તેમના પત્નીને જેલમાં નાખ્યા છે. કારણ કે ભાજપને ખ્યાલ છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભાજપને હરાવી દેશે. આજે ચૈતરભાઇ વસાવા પોતાના હજારો સમર્થકોની હાજરીમાં પોલીસ સમક્ષ હાજર થયા છે. ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધની માનસિકતા ધરાવે છે અને આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે. જે પણ લોકો આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે, તેવા લોકોને પણ ખતમ કરવા માટે ભાજપ પગલાં લે છે.