રખડતાં ઢોરના કારણે અકસ્માતના કિસ્સાઓ વધતા જતા હતા. તાજેતરમાં હાઇકોર્ટના હુકમોના કારણે આખરે સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટીમો દ્વારા શહેરમાં ઠેર ઠેર દરોડા પાડી 8690 રખડતાં ઢોર પકડવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ AMCના ઢોરવાડામાં પશુઓનાં મોતને લઈને માલધારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. AMC પાસે પશુઓનાં મોતનો આંકડો પણ ન હોવાનું જાણવા મળ્યું છે.