ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામના આદિવાસી પરિવારની દીકરી વડોદરાના ડે. કલેક્ટર તરીકે નિમણૂક પામી છે. અભણ માતાપિતાએ વ્યાજે રૂપિયા લઈને દીકરીને ભણાવી છે, ત્યારે આ દીકરી પણ કોઈ ક્લાસ કર્યા વગર ફક્ત જાત મહેનતથી દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી આ સફળતાના શિખર પર પહોંચી છે.