562 રજવાડાઓને ભારત સાથે ભેળવવાનું દુર્લભ કામ કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. 15 ડિસેમ્બર 1950ના રોજ તેમનું નિધન તે સમયે બોમ્બે નામથી ઓળખાતા મુંબઈમાં થયું હતુ. ત્યારે આજરોજ મનપા અથવા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ ન કરાતા કોંગ્રેસે વાંધો ઉઠાવી પ્રતિક્રિયા આપી હતી કે, વડોદરા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન જાળવવામાં કોઈને રસ નથી . આજે પુણ્યતિથિ નિમિતે પ્રતિમાને પુષ્પાંજલિ માટે વડોદરા કોર્પોરેશન અથવા શાસક પક્ષના એક પણ હોદ્દેદાર -અધિકારી ફરક્યા નથી.