સીઆઇડીના અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યની કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓને બહાર મોકલવા માટે શંકાસ્પદ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરે છે તેવા ઇનપુટના આધારે રાજ્યમાં વિવિધ સ્થળોએ વિવિધ એજન્સીઓ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. વડોદરામાં ત્રણ પીઆઇ સહિત અધિકારીઓએ 12 કલાક સર્ચ કરી એજન્સીના સંચાલક સ્મિત શાહ જરૂરિયાત મંદને કેનેડા , લંડન સહિતના સ્થળે મોકલતા હોય એજન્સીમાંથી હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટર ,ડીવીઆર , સર્વર સહિતના જરૂરી દસ્તાવેજ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.