આગામી 31 ડિસેમ્બર અનુસંધાને બુટલેગર સક્રિય બનતા રાજ્યમાં દારૂની હેરાફેરી નાબૂદ કરવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે ગોલ્ડન ચોકડી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાથે શ્રવણ બિશ્નોય ને ઝડપી પાડી અશોક બિશ્નોય તથા સુરેશ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ₹38.44 લાખની કિંમતની દારૂની 33,648 બોટલ, બોગસ ઈ-વે બિલ ઇન્વોઈસ, કન્ટેનર સહિત કુલ રૂપિયા 48 , 61,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં નામચીન અશોક બિશ્નોય સામે 15થી વધુ ગુના નોધાયા છે.