આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ‘Gujarat Fire Safety CoP’ પોર્ટલનું લોન્ચિંગ તેમજ ગિફ્ટ સિટી એક્સ્ટેન્ડેડ ઝોનના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું વિમોચન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ વિવિધ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીઓ વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આઇકોનિક બિલ્ડિંગ્સના નિર્માણ માટે 7 જેટલા MoU પણ સંપન્ન કરવામાં આવ્યા હતા. તેમણે ‘લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો’ની થીમ સાથે આયોજિત આ સમિટમાં થનાર મંથન ગુજરાતનાં શહેરોને ’લિવેબલ’ જ નહીં, ‘લવેબલ’ પણ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.