‘મેઈક ઈન ઈન્ડિયા’ હેઠળ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) ગુજરાતમાં ફાઈટર જેટ તેજસ, બ્રહ્મોસ અને અગ્નિ જેવી મિસાઈલ સહિતના પાર્ટ્સ બની શકે તે માટેની તૈયારી કરી રહ્યું હોવાનું ડીઆરડીઓની કોર્પોરેટ બોડી સેન્ટર ફોર પર્સનલ ટેલન્ટ મેનેજમેન્ટના ચેરમેન ડો.એમ.પાત્રીએ જણાવ્યું હતું. ડો.પાત્રી શહેરની ગ્રીન વેલી હાઈસ્કૂલના વિજ્ઞાન મેળામાં પહોંચ્યા હતા.વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશનું ભવિષ્ય હવે યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ છે. દુશ્મનોના વિસ્તારમાં યુએવી દ્વારા પહોંચીને તેને વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકાય, જેમાં જવાનોના જીવને પણ જોખમ નથી. આવનારો સમય હવે યુએવીનો જ છે.