શિયાળાના સમયમાં લોકો બગીચાઓમાં વધુ જતા હોવાથી બગીચાની સાર-સંભાળથી લઈ અને તમામ બાબતો મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ ગાર્ડન વિભાગના અધિકારીઓને સૂચના આપી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના સત્તાધીશો છેલ્લા છ મહિનાથી બનીને તૈયાર રહેલા બગીચાનું ઉદઘાટન કરવા માટે નેતાની રાહ જોઈ રહ્યા છે. રખિયાલ વિસ્તારમાં ચકુડિયા મહાદેવની બાજુમાં કોર્પોરેશન દ્વારા શ્રમિક ગાર્ડન બનાવવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનાથી આ ગાર્ડન બનીને તૈયાર છે.