અમદાવાદ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૩માં નવનિયુક્ત ૨૩૦ બિન હથિયારી પુરુષ તાલીમાર્થીઓનો અમદાવાદ શહેર પોલીસ દ્વારા દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો . આ કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા . ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા