ડીસામાં નકલી ઘી બનાવતી હોવાની બાતમીને આધારે પોલીસે રવિવારે રાત્રે બે ફેકટરીમાં રેડ કરી સીલ મારી દઈ ફૂડ વિભાગને જાણ કરતાં સોમવારે પોલીસને સાથે રાખી સીલ ખોલી ફૂડ સેફટી વિભાગ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓમાંથી ઘી ના 8 સેમ્પલ લીધા હતા.બન્ને ફેક્ટરીમાંથી રૂ.9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.