આગામી દિવસોમાં દ્વારકામાં ઇતિહાસ બનાવ જઈ રહ્યો છે,દ્વારકાના આગને આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે,જેની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે સામાજિક મહા ઉત્સવે સ્વચ્છતાનો સંદેશ આપવા સમગ્ર દ્વારકા નગરીની સફાઈમા મહારાસ કમિટીની બહેનો ઉપરાંત આહીર સમાજના અગ્રણીઓ જોડાયા છે અને દ્વારકા મહારાસ માટે સ્વચ્છ અને સજ્જ બની રહ્યું છે.સફાઈ કામગીરીમાં મંત્રી મનુભાઈ બેરા સહીત અગ્રણીઓ જોડાયા હતા.