કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે,ત્યારે દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠુ થયું હતું.દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.તાલુકાના હાબરડી, મોટા આસોટા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ભર શિયાળે માવઠાનો માર પડતાં ખેડૂતોના શિયાળું પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.