સૌરાષ્ટ્રના સુરેન્દ્ર નગર જિલ્લામાં ખાણખનીજ માફીયાઓ બેફામ બનતા સરકાર સફાળી જાગી હતી,સુરેન્દ્ર નગરમાં થાન મુળી પંથકમાં ગેરકાયદેસર રીતે 800થી વધુ કાર્બોસેલની ખાણો ધમધમી રહી હતી જે સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,ત્યારે ગેરકાયદે ખાણો સામે કાર્યવાહી કરવા અને તેને બુરી દેવા સરકારે 86 લાખની ગ્રાન્ટ મંજુર કરી છે.