રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કુલ 36 કેસો પૈકી 22 લોકો રિકવર થઇ ચુક્યા છે. 14 હાલ હોમ આઇસોલેશનમાં છે. આપણે દરેક કેસનું જીનોમ સિકવન્સીંગ પણ કરી રહ્યા છીએ અને કેન્દ્રીય લેબમાં પણ ટેસ્ટિંગ કરાવી રહ્યા છીએ. હાલ નોંધાતા તમામ દર્દીઓને હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેમની ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હળવા લક્ષણો હોવાથી કોઈએ ડરવાની જરૂર નથી ફકત સાવચેતી રાખવાની જરૂરિયાત છે