શિયાળાની જમાવટ સાથે ઠંડીનો પ્રકોપ વધ્યો છે,ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે છે જેથી ઠંડીથી બચવા લોકો તાપણા કરી તાપ લે છે ત્યારે દ્વારકાના જગત મંદિર ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ભગવાન દ્વારકાધીશને ઠંડીથી બચાવવા ચાંદીની સગડીમાં ગરમ તાપણું કરવામાં આવ્યું છે.એટલું જ નહીં ભગવાનને ઠંડી થી બચવા ભોજનમાં બાજરીના રોટલા રીંગણાનો ઓળો અને અડદિયાનો પાક રાજભોગમાં અર્પણ કરવામાં આવે છે.