સ્ટેટ મોનિટરિંગ સેલે ગંજીવાડામાં નામચીન બૂટલેગરના ઘરમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પોલીસે મકાનની તલાશી લીધી ત્યારે પ્રથમ દૃષ્ટિએ કંઇ મળ્યું નહોતું, પરંતુ રસોડામાં કબાટની પાછળ બનાવવામાં આવેલા ચોરખાના પર નજર પડતાં જ તેમાંથી રૂ.55970ની કિંમતનો 143 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.