સુરતમાં હીરા દલાલના નામે GST નંબર મેળવી15.17 કરોડના બોગસ બિલો બનાવતા સરકારી એજન્સીઓ ચોંકી ઉઠી છે. સુરત ક્રાઈમ બ્રાંચમાં 5 સામે આ બાબતે ગુનો નોંધાતા સમગ્ર તપાસ ઈકો સેલને સોંપાવામાં આવી છે. જેમાં મનોજ કેવડીયા, ભાવેશ ઉર્ફે મુસા અને હાર્દિકની ધરપકડ થઇ છે. અત્રે નોંધનીય છે કે, કતારગામના હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ 15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્જેકશનો કર્યા હતા.