શહેરના 84 બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. તેના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઇન્કમ ટેક્સ બ્રિજ ઉપર કેમેરા લગાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં શહેરના તમામ 84 બ્રિજ સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ જશે. જ્યારે નેશનલ હાઈવે ઑથોરિટીના 7 બ્રિજ ઉપર NHAI કેમેરા લગાવશે. આ પ્રોજેક્ટ પાછળ 6.5 કરોડનો ખર્ચ થશે.