અમદાવાદમાં જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓ પકડવાની કામગીરી દરમ્યાન માલધારી સમાજની મહિલાઓ સાથે ગેરવર્તણુકના આક્ષેપ સાથે માલધારી સમાજના આગેવાનએ નારાજગી દર્શાવી આંદોલનની ચીમકી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોર્પોરેશનના અધિકારીઓ અને માલધારી વચ્ચે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન વિવાદનો વિડીયો અંગે માલધારી સમાજમાં નારાજગી હોવાનું જણાવ્યું હતું.