અમદાવાદ શહેરમાં કેટલાક ક્રૂર લોકો દ્વારા શ્વાનને મરણતોલ માર મારી શ્વાનને જીવતો દફનાવવાનો પ્રયાસ કરતા માનવતા શર્મસાર થવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ત્રિશલા વાટિકા બંગ્લોઝમાં કેટલાક લોકો પ્રવેશી અને શેરી શ્વાનને મરણતોલ માર લાકડી વડે માર્યો હતો. અને ત્યાર બાદ દોરીથી બાંધી થેલામાં નાખી તે થેલો કાદવમાં ફેંકી દેતા જીવદયા પ્રેમી શ્વાનની મદદે દોડી આવી બહાર કાઢી સારવાર આપી હતી. અને કેટલાક ક્રૂર લોકો સામે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 31 ડિસેમ્બરના રોજ ઘટી હોય સમગ્ર ઘટનાના સીસીટી ફૂટેજ સામે આવ્યા છે