અમદાવાદના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો 150 રૂપિયા લેતો વીડિયો વાઇરલ થયો છે. રોગ સાઈડમાં આવેલ બાઈકચાલક પાસેથી દંડની જગ્યાએ 200 રૂપિયાની માંગ કરી હતી. જેની સામે બાઈકચાલકે 150 રૂપિયા આપ્યા હતા અને પાવતીની માંગ કરી હતી. તો વળતા જવાબમાં પોલીસે 150 રૂપિયામાં પાવતી ન હોય તો જવાબ આપ્યો હતો. હાલ હોમગાર્ડના તોડપાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે