અમદાવાદ શહેરના ઘુમા બોપલ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતાની વાતો વચ્ચે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજના પાણી બેક મારી ડેપો પરિસરમાં ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પ્રતિદિન 100 જેટલી બસોનુ સંચાલન અહીંથી થતું હોય મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે. સ્થાનિક સત્તાધીશોને અનેક વખત રજૂઆત છતાં હજુસુધી સમસ્યાનું નિરાકરણ નહિ આવતા કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ ઠક્કરએ ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારી છે