22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સાવને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદથી અયોધ્યા ધ્વજા દંડને વાહનમાં લઇ જવામાં આવ્યો હતો. જેને લઈને રસ્તામાં સ્વાગત માટે ઠેર-ઠેર ભક્તોની અને શ્રદ્ધાળુઓની પડાપડી જોવા મળી હતી.અમદાવાદથી અયોધ્યા જતા 5500 કિલોના ધ્વજા દંડ સાબરકાંઠાની સરહદમાં પ્રવેશતા દર્શન અને સ્વાગત માટે ભક્તો ઉમટ્યા હતા.