કેન્દ્ર સરકારની વિકસીત ભારત સંકલ્પ યાત્રા રાજ્યભરમાં ગામે ગામ ફરી રહી છે. જેમાં અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ જોડાઇ રહ્યા છે. ત્યારે અમરેલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સાંસદ નારણ કાછડિયા આગળ સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતાં હોબાળો થયો હતો. હોબાળો થતા અધિકારીઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા.