પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય સી.સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શનિવારે અલગ અલગ ત્રણ કેટેગરીમાં સ્વીમીંગ સ્પર્ધા યોજાઈ હતી . જયારે રવિવારે 400 થી વધુ સ્પર્ધકો જુદી- જુદી કેટેગરીમાં 1થી 5 કિમીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમ, 900 સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી.