મ્યુનિ. આયોજિત ફ્લાવર શૉની 7 દિવસમાં 7 લાખ લોકોએ મુલાકાત લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ સંખ્યા લગભગ 20 ટકા વધારે છે. મોટી સંખ્યામાં લોકોએ સ્ટોલ પરથી ફૂલ છોડ અને ઇન્ડોર છોડની ખરીદી કરી છે. ફ્લાવર શોથી મ્યુનિ.ને 2.80 કરોડથી વધારેની આવક થઇ છે. આમ લોકોની પસંદગીની સાથે સાથે ફ્લાવર શૉ મ્યુનિ. માટે આવકનું એક સાધન બન્યો છે. ફ્લાવર શૉમાં માત્ર અમદાવાદના નહીં દેશના અને ગુજરાતની મુલાકાતે આવેલા એનઆરઆઈ કે વિદેશી ટુરિસ્ટે પણ મુલાકાત લીધી છે.