વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટ્રેડ શોમાં અલગ અલગ દેશના અલગ અલગ સ્ટોલ આવેલા છે. જ્યાં લોકોએ પોતાની દેશની તથા પોતાની પ્રોડક્ટ રજૂ કરી છે. જેમાં ઊડતી ગાડીનું મોડેલ પણ મૂકવામાં આવ્યું છે. જે જાપાનમાં તૈયાર થઈ રહ્યું છે. આગામી 2 વર્ષ બાદ આ મોડેલ લોન્ચ કરવામાં આવશે અને ભવિષ્યમાં ભારતમાં પણ આ મોડેલ માટેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થાય તો નવાઇ નહીં. આ કારની ખાસિયત એ છે કે તે 100 કિમીની ઝડપે હવામાં ઊડી શકશે, પાયલટ સહિત 3 લોકો મુસાફરી કરી શકશે