કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઇલેકટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાનારા ખાસ સત્રમાં બંને મંત્રીઓ ઉપસ્થિત સહીત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યાં અશ્વિની વૈષ્ણવએ કહ્યું હતું કે, અમૃતકાળમાં આયોજિત આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પોને સાકાર કરશે