બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા પાલનપુર-અમદાવાદ હાઈવે પર ધોળે દિવસે 21 લાખ રૂપિયાની આંગડીયા લૂંટની ઘટના બનતા ચકચાર મચી છે. પાલનપુર - અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડા ગામ નજીક આવેલી હોટલે મંગળવારે બસમાંથી ઉતરેલા અમદાવાદના આંગડીયા કર્મીને મારમારી ત્રણ શખ્સોએ રૂ. 21.71 લાખના દાગીના ભરેલી બેગની લૂંટ કરી સફેદ કલરની કારમાં નાસી છુટ્યા હતા.બુધવારે સાંજે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.