બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નરોડાથી ચિલોડાને જોડતા સિક્સલેન હાઇવે પર પ્રાતિયા ગામ પાસે એક મારુતિ સ્વિફ્ટ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માત ગ્રસ્ત સ્વિફ્ટ કારમાં દારૂ અને બિયરની પેટીઓ ભરેલી હોવાથી ચાલક સ્થળ પર છોડીને તરત જ કરાર થઈ ગયો હતો. અકસ્માત જોતાં કુતુહલવશ એકઠા થયેલા ટોળાની નજર સ્વિફ્ટ કારમાં પડતા જ અંદર દારૂ તેમજ બિયર ભરેલી પેટીઓ નજરે ચડી હતી જેને લઇને દારૂ પીવાના શોખીનોને જાણે લોટરી લાગી હોય તેમ લોકોએ રીતસરની લૂંટ ચલાવી હતી અને જે હાથ લાગ્યું તે દારૂ કે બિયર લઇ લોકો ભાગી રહ્યા હતા.