અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરાય છે. આ વખતે પતંગને મોંઘવારીની અસર થઈ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર કાગળની સામાન્ય પતંગની 20 નંગની કોડીનો રૂ.120 થી 140 સુધીનો ભાવ છે. ગત વર્ષે આ ભાવ રૂ.80થી 100 જેટલો હતો. ત્રણ હજાર વારની દોરીનો 300થી 600 અને પાંચ હજાર વારની દોરીનો 600થી 900 સુધીનો ભાવ છે. અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા ઉપરાંત રાયપુર દરવાજા, કાલુપુર, જમાલપુર, બાપુનગર, દરિયાપુર, નિકોલ વગેરે વિસ્તારમાં પતંગના બજારો ધમધમી ઉઠયા છે.