વર્લ્ડ બેન્કના ભારત માટેના કન્ટ્રી ડાયરેક્ટર ઓગસ્ટે તાનો કૌમેએ વાઇબ્રન્ટ સમિટના આયોજન અને દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ-રાજકીય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા તેનાથી પ્રભાવિત થઇને ગુજરાત વર્લ્ડનું મીટિંગ પોઇન્ટ હોવાનું કહ્યું હતું. ગુજરાત હંમેશા ભારતને લીડ કરે છે તેમ કહેતા તેમણે કહ્યું હતું કે, 2047માં વિકસિત ભારત બનાવવામાં ગુજરાતની ભૂમિકા મુખ્ય રહેશે. આટલી મોટી સમિટનું આયોજન જેમાં 100 કરતા વધુ દેશમાંથી મહેમાન હોય તે પાર પાડવી તે મહેનતનું કામ છે અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદી અભિનંદનને પાત્ર છે.