યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સાધુ-સંતો દ્વારા મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને લઇ શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાતો હોય છે. અગાઊ આ કાર્યક્રમ એક દિવસનો ઉજવાતો હતો પણ ચાલુ વર્ષે નાગા સાધુ-સંતો દ્વારા આ કાર્યક્રમ પાંચ દિવસીય યોજાવા જઈ રહ્યો છે.