જરાતમાં 2030ની સાલ સુધીમાં 30 લાખ ટન ગ્રીન હાઈડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજન પેદા કરવાનું ટાર્ગેટ છે. તેમાં 60 ટકા ફાળો એટલે કે 30 લાખ ટન ગ્રીન હાઈડ્રોજન પેદા કરીને ગુજરાત મોટો ફાળો આપશે. જોકે તેને માટે રૂા. 8 લાખ કરોડનું મૂડીરોકાણ કરવું જરૂરી બની ગયું છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકારે કચ્ચ વિસ્તારમાં 1.99 લાખ હેક્ટર જમીન કચ્છ અને બનાસકાંઠામાં ફાળવી આપી છે.