અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રૂ. 41.27 કરોડના ખર્ચે ભચાઉ શહેરનું રેલવે સ્ટેશન નવનિર્માણ થવા જઈ રહ્યું છે. આ નવનિર્મિત સ્ટેશનના બિલ્ડિંગને શહેરના ઐતિહાસિક વારસાથી પ્રેરિત થઈને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેે મુસાફરોને પોતાની તરફ આકર્ષિત કરશે.વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળમાં આવતું ભચાઉ રેલવે સ્ટેશન પૂર્વ કચ્છ માટે ખૂબ મહત્વપૂર્ણ સ્ટેશન છે. વિશાળ એવા ભચાઉ ઉપરાંત રાપર તાલુકાના લોકોને દેશના દરેક ખૂણેથી જોડવા આ રેલવે સ્ટેશન મહત્વની ભૂમિકા ભજવે છે.