સાણંદના ગોધાવી ગામે કરોડોની કિંમતની જમીન પરિવારની જાણ બહાર બારોબાર વેચી નાખવા મુદ્દે અગાઉ પરિવારે આત્મવિલોપની ચીમકી આપી હતી, ત્યારે સાણંદ પ્રાંત કચેરીમાં 4 વૃદ્ધ મહિલાઓએ ન્યાયની માંગ કરી અધિકારી સામે જ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયત્ન કરતાં કચેરીમાં દોડધામ મચી હતી. જો કે 4 મહિલાઓને આત્મ વિલોપન કરતાં અધિકારીઓએ રોક્યા હતા.